Click on top right corner of a book to start reading online.
About this book
પૂજ્યશ્રીનું અનુમાન છે કે ફીનીક્સ પંખીની જેમ વર્તમાન “ઇન્ડીયા”ની રાખ થઇ જશે. તેમાંથી “ભવ્ય ભારત” નો ઉદય થશે. આવી રહેલા ભવ્ય ભારતની પૂર્વભૂમિકા રૂપે જે કાંઇ કરવું યોગ્ય હોય તે જ કરવું. તે જ વાતને પરિધમાં રાખીને તેની ચારે બાજુ ચક્કર મારતાં વિચારોને શબ્દસ્થ કરતું પૂજ્યશ્રીનું પુસ્તક ખૂબ સુંદર છે.
પૂજ્યશ્રીએ રાજકારણ અંગેની દૃષ્ટિથી જોઇને બધું લખ્યું છે. વિશ્વના અંધકારની ભયાનકતાનું વર્ણન સહુને ભડકાવવા માટે પૂજ્યશ્રીએ નથી કર્યું પણ એ અંધકારને દૂર કરવાની પ્રચંડ શક્તિ જે ધર્મ મહાસત્તામાં - ખાસ કરીને સર્વવિરતિ ધર્મની વિશુદ્ધ સાધનામાં - પડેલી છે તેને વિશેષ વજન આપીને તેની જ સ્વ-પરકલ્યાણકરિતાને લોકહૃદયમાં પ્રતિષ્ઠિત કરવાનો પૂજ્યશ્રીનો સ્તુત્ય આ પ્રયાસ છે. જો આ રીતે પણ સહુ “ભવ્ય ભારત”ના ઘડવૈયા બનવા માટે એ ધર્મ મહાસત્તાના શરણે જશે તો પૂજ્યશ્રીનો આ પ્રયત્ન સફળ થશે.
પૂજ્યશ્રીએ મુસ્લિમો અને ઇસાઇઓના દાવપેચોનો પર્દાફાશ કર્યો છે. સમૃદ્ધ હિન્દુસ્તાનની સરસ વાતો લખીને વર્તમાનમાં સર્વનાશની આંધિમાં સપડાયેલી હિંદુ પ્રજાની દર્દનાક દાસ્તાન વર્ણવી છે.
ખંડ -૨ માં ઇ.સ. ૨૦૦૭ પછીના સુવર્ણકાલીન હિન્દુસ્તાનનું સર્જન કરવા સત્સંગ, ફેશન-વ્યસન ત્યાગ, બ્રહ્મચર્ય પાલન આદિ સુંદર ઉપાયોનું સહુને પાલન કરવાનું જણાવ્યું છે. તપોવન પ્રણાલિને ખૂબ પ્રશંસી છે.
ખંડ-૪ માં અન્ય લેખકોના લેખો પણ વાંચવા યોગ્ય છે.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.
Chandrashekharvijayji M.S.
Sadguru pase tamara sagda papo nu prayschit karo. Pachi...Navu Prabhat...Navu Jeevan...