Arihant Dhyan

Total Pages: 132

Download Count: 936

Read Count: 6122

Click on top right corner of a book to start reading online.

About this book
યોગશાસ્ત્ર (કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચંદ્રસૂરિજી મહારાજા રચિત)ના અષ્ટમ પ્રકાશ ઉપર આધારિત અને વિસ્તારિત ૪૮ માનસ ચિત્રો સ્વરુપે પ્રગટ થયેલું પૂજ્યશ્રીનું આ પુસ્તક ખરેખર ખૂબ અદ્‌ભુત છે. અરિહંતના સાલંબન ધ્યાન દ્વારા વિશુધ્ધ પુણ્ય-વૃધ્ધિ, સૂક્ષ્મના બળની ઉત્પત્તિ અને ચારિત્ર - નિર્માણ અચૂક થશે, તેવું પૂજ્યશ્રીનું સ્પષ્ટ માનવું છે. આ ત્રણ પરિબળો સિવાય સ્વનો કે પરનો કોઇ પણ પ્રશ્ન ઉકલી શકે તેમ નથી. આ અરિહંત - ધ્યાનમાં જીવાત્મા મહાવિદેહમાં વિહરતા શ્રી સીમંધર સ્વામીજીની પાસે દેવ -સહાયથી જાય છે. પ્રભુના શ્રીમુખે સર્વવિરતિધર્મની મહત્તા સમજી તેને દીક્ષા લેવાની ભાવના થાય છે. પ્રભુના વરદ હસ્તે તેને દીક્ષાની પ્રાપ્તિ થાય છે. દીક્ષાનું ખૂબ સુંદર તે પાલન કરે છે. પોતાના ગુરુદેવની તે અનુપમ સેવા કરે છે. દેવાધિદેવના અનુગ્રહથી અને ગુરુકૃપાથી જીવાત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ પુસ્તકમાં બાળજીવો અત્યંત સહેલાઇથી એકાગ્ર બની જાય તેવું અરિહંતદેવનું સાલંબન - ધ્યાન બતાડવામાં આવ્યું છે. અરિહંત પરમાત્માના આલંબનરુપ શરણની અચિન્ત્ય તાકાત છે. પ્રભુ સ્વયં વીતરાગ હોવા છતાં એની અભિમુખ થતાં આત્માને સંસારના ટોચ સુખોનું અર્પણ કરતાં કરતાં છેલ્લે મુક્તિનું પ્રદાન અવશ્ય કરે છે. સેંકડો આત્માઓ નિરંતર આ ‘અરિહંત - ધ્યાન’નો પ્રયોગ બ્રાહ્મમુહુર્તે (વહેલી સવારે) શરુ કરે તો અનેક સુખદ પરિવર્તનો અવશ્ય જોવા મળે.
Go To Page: