Ashtanhika Pravachano

Total Pages: 226

Download Count: 105

Read Count: 565

Click on top right corner of a book to start reading online.

About this book
પૂજ્યશ્રીએ પર્યુષણના પ્રથમ ત્રણ દિવસના પ્રવચનોની વિસ્તૃત સમજણ આ પ્રતમાં પીરસી છે. પૂજ્યશ્રીએ સૌ પ્રથમ સંસારના ભયાનક સ્વરુપને ઓળખાવીને આ માનવ જન્મને (સર્વવિરતિ ધર્મના સ્વીકાર દ્વારા) સફળ બનાવવાની હૃદયસ્પર્શી પ્રેરણા કરી છે. પર્યુષણના આઠ દિવસ દરમ્યાન દરેક જૈને કરવા લાયક પાંચ કર્તવ્યો (અમારિ પ્રવર્તન, સાધર્મિક ભક્તિ, ક્ષમાપના ,અટ્ઠમનોેે તપ ચૈત્યપરિપાટી) ઉપર પૂજ્યશ્રીએ સુંદર જ્ઞાનપ્રકાશનું દાન કર્યું છે. કુમારપાળ મહારાજાના જીવનના અનેક પ્રસંગો પૂજ્યશ્રીએ આગવી શૈલીમાં પીરસીને અજબ- ગજબ ઉપકાર કર્યો છે. પાંચ કર્તવ્યની સમજણ અનેક દૃષ્ટાંતો સાથે આપીને અસરકારકતા ખૂબ વધારી દીધી છે. પર્યુષણના બીજા દિવસના પ્રવચનમાં શ્રાવકે વર્ષ દરમ્યાન કરવા લાયક ૧૧ કર્તવ્યોનું વિસ્તૃત વર્ણન પૂજ્યશ્રીએ સારગ્રાહી શૈલીથી કર્યું છે. આ ૧૧ કર્તવ્યમાં પણ ‘સાધર્મિક વાત્સલ્ય’ આવતું હોવાથી તેનું મૂંઠીઊંચેરુ મૂલ્ય પૂજ્યશ્રીએ દર્શાવવાની સાથે ભગવાનના વચનની સ્મૃતિ કરાવી છે કે‘શ્રાવકે જીવન દરમ્યાન કરેલા બધા ધર્મો ત્રાજવાના એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં ફક્ત એક જ સાધર્મિકની એક વખતની ભાવપૂર્ણ ભકિત મૂકો તો બે પલ્લા સરખા થશે. પૂજ્યશ્રીએ ત્રીજા દિવસના પ્રવચનમાં પૌષધ -વ્રત અંગે શ્રી સુદર્શન ચરિત્રમાં ‘શીલ-કટ્ટરતા’ ‘કરુણા’ વગેરે ગુણોનો સ્પષ્ટ ચિતાર આપ્યોે છે.
Go To Page: