Click on top right corner of a book to start reading online.
About this book
પાપી ગોરાઓ દ્વારા પોતાના શાસનકાળથી આજની તારીખ સુધીમાં અખંડ (વિરાટ) ભારતને ભિખારી, ગુલામ અને નિધર્મી બનાવીને કેવી રીતે ઇન્ડિયામાં ફેરવવામાં આવી રહ્યું છે, તે અંગે દીર્ઘદ્રષ્ટા પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં દિલધડક, ખુમારીપૂર્ણ વાતો આલેખી છે.
ઇન્ડિયા એટલે છેલ્લાં સાડા ત્રણસો વર્ષનું ભારત. ભારત એટલે આજથી સાડા ત્રણસો વર્ષ પૂર્વેનું સમૃધ્ધ ભારત.
શ્રાધ્ધરત્ન, સ્વર્ગસ્થ પ્રભુદાસ બેચરદાસ પારેખે ભાખેલી એ કલ્પનાઓ ઝપાટાબંધ વાસ્તવિકતાની ધરતી ઉપર ઉતરીને નક્કર સ્વરૂપ લઇ રહી છે, તેનું સચોટ નિરૂપણ પૂજ્યશ્રીએ અત્યંત વ્યથિત હૈયે કર્યુ છે.
પૂજ્યશ્રી લખે છે કે, નહેરુ કુટુંબે ભારતને ઇન્ડિયા બનાવવામાં વિજયનો છેલ્લો ફટકો માર્યો છે.
આજનું ભિખારી ભારત કેટલી હદે સમૃધ્ધ હતું. તે અંગે પૂજ્યશ્રીએ સુંદર વિવરણ કર્યુ છે. ભારતની સમૃધ્ધિનું મૂળ ‘છાણ’ કહીને ‘પશુરક્ષા’ કરવા ખાસ ભલામણ પૂજ્યશ્રીએ કરી છે.
સંત બચેગા, સબ બચેગા - આ પ્રકરણમાં પૂજ્યશ્રીએ સાધુ જીવનની ખૂબ મહત્તા દર્શાવી છે.
લોકશાહીની ભયંકરતા અને રાજાશાહીની ભદ્રંકરતા પૂજ્યશ્રીએ સચોટ રીતે વર્ણવીને રાજાશાહીની પુનઃ સ્થાપનાની તાતી જરૂરિયાત જણાવી છે.
પૂજ્યશ્રીએ પુસ્તકનું સમાપન કરતાં પ્રબળ આશાવાદ સેવ્યો છે કે ‘હિન્દુરાષ્ટ્ર એ વિશ્વનું સર્વોચ્ચ રાષ્ટ્ર બનશે.’
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.