Click on top right corner of a book to start reading online.
About this book
પૂજ્યશ્રીના આ પુસ્તકની અનેક આવૃત્તિઓ પ્રગટ થઇ ચુકી છે. આ પુસ્તક-વાંચન બાદ અનેક આત્માઓએ પોતાના જીવનની કાળી ચાદર (બધા પાપો ) પૂજ્યશ્રી સમક્ષ પ્રગટ કરીને શુધ્ધિ (પ્રાયશ્ચિત) પ્રાપ્ત કરી છે. પૂજ્યશ્રીએ હજારો આત્માઓને પ્રાયશ્ચિત આપીને લખલૂટ પુણ્ય બાંધ્યુ છે.
આ પુસ્તકમાં સહુ પ્રથમ “એક આત્માની મનોવ્યથા” ખૂબ સંવેદનશીલ શૈલીમાં પૂજ્યશ્રીએ વર્ણવી છે. એક આત્મા કુનિમિત્તોનાં આલંબને કેટલી હદે અધઃ પતન પામે છે; તેનું હૂબહુ વર્ણન પૂજ્યશ્રીએ કર્યું છે.
પૂજ્યશ્રી લખે છે કે ધન્ય છે તે આત્માઓને જેઓ સર્વ પાપોની શુધ્ધિ કરી લઇને સંસારરુપી સાગરને, કૂદકો મારીને કૂદી જ્વાય તેવું ખાબોચિયું બનાવી દે છે.
ગુરુ પાસે જઇ વિનયપૂર્વક હાથ જોડીને સંપુર્ણ રીતે સઘળાય પાપભીરુ આત્માઓએ પોતાની શુધ્ધિ કરવી જોઇએ એવોે તીર્થંકરદેવોનો ઉપદેશ છે, તેનું જે પ્રાયશ્ચિત માર્ગના જાણકાર સદ્ગુરુ આપે તે ફરી પાપનો પ્રસંગ થઇ જવા અંગેની સાવધાનીપૂર્વક વહન કરવું.
બઘું જ વિગતથી લખીને આપવું. પૂજ્યશ્રીએ દર્શાવેલ બાવીસે ય બાબતોની પેટા- વિગતો પણ પુસ્તકમાં આપી છે. તેને સામે રાખીને “ભવાલોચના” લખવાથી ખૂબ સરળતા થઇ જશે. સાત દિવસ દરમ્યાન સતત જેટલું બને તેટલું યાદ કરીને વિગતવાર બધું (પાપોની નોંધ)નોંધવું.
Jinshashan na asim 2 upkaro - 1) Asar jagat nu darshan karavyu 2) Jagatpati nu darshan karavyu.
Chandrashekharvijayji M.S.
Dhikkar thi jeet melava karta to vatsalya thi haar paamvi sari che..
Chandrashekharvijayji M.S.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.