GuruMata

Total Pages: 134

Download Count: 666

Read Count: 6151

Click on top right corner of a book to start reading online.

About this book
‘આધ્યાત્મિક જીવનની સંપૂર્ણ સફળતાનું મૂળભૂત બીજરહસ્ય સાચા ગુરૂની કૃપામાં જ પડ્યું છે’ તે સત્યને પ્રકાશિત કરતું પરમ ગુરૂભક્ત પૂજ્યશ્રીનું આ પુસ્તક-રત્ન ખરેખર અદ્‌ભુત છે. વર્ષોના અનુભવનું તારવણ પૂજ્યશ્રી જણાવે છે કે, ‘‘સાધકના જીવનની સુરક્ષા, સફળતા અને સિદ્ધિ ગુરૂમાતાના ચરણોની પળપળની સેવામાં જ હોઇ શકે.’’ વર્ષોના અણઉકલ્યા શાસ્ત્રપદાર્થ પૂ. ગુરૂમાતાના પુનિત સ્પર્શ માત્રથી ઉકલી ગયા છે એવું પૂજ્યશ્રી જણાવે છે. શાસ્ત્રસાપેક્ષ, શુદ્ધ પ્રરૂપક, નિર્દંભ આત્માનું શરણું સ્વીકારી લેવાની વાત પૂજ્યશ્રી ખૂબ ભારપૂર્વક કહે છે. શ્રી તત્વાર્થસૂત્રમાં ગુરુપારતન્ત્ર્યને જ બ્રહ્મચર્ય કાું છે. જેને મુનિજીવન જીવી જાણવું હોય તેણે તો ‘સદ્‌ગુરુ શરણં મમ’નો અજપાજપ સિદ્ધ કરવો પડશે. શાસનસેવાના કોડ પૂરા કરવા માટે સીધો અને સાદો, સુંદર અને રોચક એક જ રસ્તો છે; ‘મહાસંયમી કો’ક મહાત્માના ભક્ત બનો અને અનુગ્રહ મેળવો.’ ગુરૂકૃપા વિના મોહસંસ્કારનું ઉન્મૂલન શક્ય જ નથી. મોહસંસ્કારોના ઉન્મૂલન વિનાની જ્ઞાનાદિ શક્તિઓ સ્વનું હિત સાધી શકતી નથી. એને મુક્તિની પ્રાિ થઇ શકતી જ નથી. દ્રવ્યચારિત્ર લેનારા પણ અનંત જીવો ગુરૂસમર્પણના ભાવમાત્રથી મુક્તિપદને પામ્યા છે. અનેક સુંદર ચિંતનોથી પરિપૂર્ણ આ પુસ્તક મુમુક્ષુ માટે અત્યંત ઉપકારી છે.
Go To Page: