Click on top right corner of a book to start reading online.
About this book
‘સંસ્કૃતિનાશ દ્વારા ભારતીય પ્રજાનાશ’ના ભેદી વ્યૂહ-સૂત્ર દ્વારા દેશી - વિદેશી ગોરાઓ દ્વારા જે કાંઇ ‘સારું’ હતું તે ખતમ કરાયું છે કે મૃતપ્રાયઃ બનાવાયું છે. હવે તે પ્રાચીન શેષ - અવશેષોની પુનઃ પ્રતિષ્ઠા કરવાનું કાર્ય ખૂબ જ કપરું બની ચૂકયું છે. લોકશાહી પણ ‘સુલોકશાહી’ બને તેવાં કોઇ એંધાણ જણાતાં જ નથી.
પૂજ્યશ્રીએ ભારતીય - પ્રજા સમસ્તના સર્વનાશને રોકવાનો ઉપાય આ નાનકડા પુસ્તકમાં દર્શાવ્યો છે. હવે તો ધર્મ એ જ રાજકારણ. વિશ્વની સર્વોપરિ મહાસત્તા એ જ છે. સહુ એકાન્તે મોક્ષલક્ષી ધર્મોમાં - મોટા પ્રમાણમાં વિધિ - શુધ્ધિ સાચવીને જોડાઇ જાય તે જ હાલ ખૂબ જરૂરી જણાય છે. આથી એવો પ્રચંડ પુણ્ય - સંગ્રહ થશે કે જે બાકીનું કામ સંભાળી લેશે.ક્રીશ્ચયાનીટીનો પ્રચાર, ભોગરસની વ્યાપકતા અને તીવ્રતા, યાદવાસ્થળી - આ ત્રણ ચિંતાજનક બાબતો પૂજ્યશ્રીએ જણાવી છે.
જે રાજાશાહી મહદંશે ધર્મસંસ્કૃતિ આધારિત હતી; જેના રાજાઓ વગેરે બહુધા પ્રજા વત્સલ હતા એ રાજાશાહીને ફાંસીના માંચડે લટકાવી દેનાર આ ગોરાઓ જ હતા.
‘આ ધર્મક્રિયાના પ્રભાવથી મારું જ નહીં, અમારા બધાનું - વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાઓ;’ આ ઉદાર મનોભાવ જોડાય તો ધર્મક્રિયાનું બળ અબજોગણું વધી જાય.
લોકશાહીરુપી ઘોડો પગે લંગડો છે અને આંખે આંધળો છે.
વિશ્વના નિખિલ જીવોને સાચા સુખ, શાંતિ અને સમૃધ્ધિના પથ ઉપર લાવવા માટે ધર્મ સંસ્કૃતિને ધર્મરુપી રાજકારણનો આશ્રય લઇને ઉગારવી જ રહી.