Hu Kaun Chu

Total Pages: 122

Download Count: 2171

Read Count: 13669

Click on top right corner of a book to start reading online.

About this book
રોજ માણસે પોતાના છેલ્લા વીતેલા ચોવીસ કલાકના વર્તનાદિ ઉપર નજર નાંખીને જાતને સવાલ કરવો જોઇએ કે “આ ચોવીસ કલાકમાં હું “માણસ” રહ્યો હતો કે “પશુ” બની ગયો હતો” - પૂજ્યશ્રીએ આ પદાર્થવાળા શ્લોક ઉપર સુંદર વિવરણ કર્યું છે. પૂજ્યશ્રીએ છ પ્રકારના પુરૂષોનું સ્વરુપ જણાવ્યું છે. (૧) ઉત્તમોત્તમ : આવો જીવ માત્ર તીર્થંકર દેવ જ હોય. (૨) ઉત્તમ : મોક્ષલક્ષી સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રાવક-શ્રાવિકાઓ ઉત્તમ કહેવાય. (૩) મધ્યમ : આલોકના ભોગસુખોને ત્યાગીને પરલોકમાં સુખ પામવા સંસારત્યાગી બનનારા ‘મધ્યમ’ કહેવાય. (૪) વિમધ્યમ : પરલોકમાં સદ્‌ગતિ પામવાની ઇચ્છાથી આલોકમાં નીતિ, સદાચાર વગેરે સહિત જીવન જીવનારા વિમધ્યમ કહેવાય (૫) અધમ : આબરૂ કે આરોગ્યને સાચવીને આલોકના પાપો કરવામાં માહિર (પરલોકની માન્યતા વિનાના) (૬) અધમાધમ : આબરૂ કે આરોગ્યની પરવા કર્યા વિના બેફામ પાપો કરનારા. આપણો મનુષ્યભવ કઇ ક્વોલીટીનો હશે તેની જાણકારી મેળવવા પૂજ્યશ્રી લખે છે કે “જે આત્માઓ ગુણીઓને જોઇને સ્તબ્ધ થઇ જાય તેઓનો મનુષ્યભવ ઉંચી ક્વોલીટીનો છે.” પૂજ્યશ્રીએ ઉપરોક્ત છ પ્રકારના પુરૂષોમાંથી પાંચ પુરૂષોના પ્રકારો પરિમાર્જિત રીતે રજુ કર્યા છે. (૧) શેતાન (બીજાના દુઃખે દુખી) (૨) હેવાન (બીજાના સુખે દુઃખી) (૩) ઇન્સાન છ(બીજાના દુઃખે દુખી, બીજાના સુખે સુખી) (૪) ઇન્સાન મ્ (સ્વદોષે દુઃખી) (૫) મહાન (સ્વદુઃખે સુખી) પૂજ્યશ્રીએ અનેક દૃષ્ટાંતો દ્વારા પુસ્તકને સુંદર રીતે આલેખ્યું છે.
Go To Page: