Click on top right corner of a book to start reading online.
About this book
શ્રી જૈનસંઘમાં ‘જૈન મહાભારત’ ઉપર સર્વાંગીણ અને સર્વોપયોગી ગ્રંથ પ્રાયઃ આ સર્વપ્રથમ પ્રકાશિત થયેલો છે. પૂજ્યશ્રીના ‘જૈન મહાભારત’ ઉપરના પ્રવચનોએ પ્રજાને ઘેલું લગાડયું હતું. મહાભારતના પાત્રોને અનોખી દૃષ્ટિથી ઓળખાવતી અને જીવન જીવવાની કળાના પાઠ પઢાવતી એ અપૂર્વ ધર્મદેશનાઓ સાંભળવા હજારો ભાવુકો દોડયા આવતા હતા.
મુખ્યતઃ જૈન મહાભારતને જ નજર સમક્ષ રાખીને આ ગ્રંથ રત્નનું આલેખન થયું છે, છતાં અજૈન મહાભારતની કેટલીક ઘટનાઓને અવસરે સંસ્પર્શ કરવાનું પૂજ્યશ્રી ચૂકયા નથી.
પ્રારંભમાં પૂજ્યશ્રીએ રામાયણ અને મહાભારતની સરસ સંતુલના કરી છે અને ત્યારબાદ શ્રીકૃષ્ણ, ભીષ્મ, દુર્યોધન, કર્ણ, વિદુર, દ્રોણાચાર્ય, અશ્વત્થામા અને દ્રૌપદી જેવા મહાભારતના મુખ્ય પાત્રોનું પૂજ્યશ્રીએ કરેલું પાત્રાલેખન તો ખરેખર અદ્ભુત અને અનોખું છે. વિશિષ્ટ કોટિની પ્રવચન અને લેેખન શક્તિના સ્વામી પૂ. પંન્યાસજી એક સચોટ સમીક્ષક પણ છે એવી પ્રતીતિ વાચકને થયા વગર નહીં રહે.
ગાંગેયની અજોડ પિતૃભક્તિ પૂજ્યશ્રીએ સુંદર રીતે વર્ણવી છે. દુર્યોધન અને ભીમની અરસપરસની લડાઇમાં રોપાયેલા ઇર્ષ્યાના બીજમાંથી કુરુક્ષેત્રના મહાયુધ્ધનો ભડકો પ્રજવળી ઉઠ્યો ! એકલવ્યની ગુરુદક્ષિણા, કર્ણનું અપૂર્વ કૌશલ્ય, દ્રૌપદી સ્વયંવર, દ્રૌપદીના પૂર્વભવોનું વર્ણન, જુગાર અને દ્રૌપદીનું વસ્ત્રાહરણ, પાંડવોનો વનવાસ, વિશ્વાસઘાતી દુર્યોધન, હેડંબા રાક્ષસીનો પ્રસંગ, પાંડવોનો દ્વેતવનમાં પ્રવેશ વગેરે પ્રસંગોમાંથી સુંદર બોધ - નવનીત પ્રાપ્ત થાય છે.
Jinshashan na asim 2 upkaro - 1) Asar jagat nu darshan karavyu 2) Jagatpati nu darshan karavyu.
Chandrashekharvijayji M.S.
Jo tamara jeevan ma "Swadoshdarshan" no gun atmasat nahi thai ane "Pardoshdarshan" no bhayank dosh nabud nahi thai to tamara aalok + parlok bhayank bani jase.