Jeevan Ghadtar Praveshika

Total Pages: 236

Download Count: 301

Read Count: 3683

Click on top right corner of a book to start reading online.

About this book
પૂજ્યશ્રીએ જીવનનું ઘડતર કરવા માટે ટચુકડી કથાઓ દ્વારા બોધ આપવાનું સુંદર કાર્ય આ પુસ્તકમાં કર્યું છે. પિતૃભક્ત કૃણાલની કથા આજની નવી પેઢી માટે ઉત્તમ બોધદાયક છે. મોત દેનાર ઉપર પણ “પ્રેમવર્ષા” કરનારા સંન્યાસીજીની કથા દ્વારા પ્રેમમહિમા જાણવા મળે છે. પ્રતિમા- ચોર ઉપર “વાત્સલ્ય-વર્ષા” કરનાર કરુણાર્દ્ર-શેઠની કથા સુંદર પ્રેરણા પુરી પાડે છે. અકબરની કથા “પુણ્યમહિમા” જણાવીને વધુને વધુ પુણ્ય બાંધવાની પ્રેરણા આપે છે. ભાવ વિના પણ જિનપ્રતિમાના દર્શનથી થયેલો સુંદર લાભ જાણવાથી ભાવપૂર્વકની ક્રિયાઓના અનુપમ લાભ સુસ્પષ્ટ જણાશે. અમદાવાદની પોળમાં બનેલ સત્ય-પ્રસંગ ક્રોધ-ચંડાલની ભયાનકતા સ્પષ્ટ બતાવે છે. અસાધ્ય રોગવાળા શેઠના પુત્રને જ્યારે કોઇ દવા લાગુ ન પડી ત્યારે ગરીબોની દુવાથી તેનો રોગ ઉભી પુંછડીએ ભાગી ગયો. પૌહારી બાબાની કરુણાએ ચોરોના જીવનને સન્માર્ગે લાવી દીધું. “સુંદર વાણી મનનો અરીસો છે”- આ કથા દ્વારા ગમે તેવા સંયોગોમાં પણ મીઠાશથી જ બોલવાની પ્રેરણા મળે છે. પાંચ વર્ષના પ્રમુખની કથા પરલોકને સુધારવાની અગત્યની સલાહ આપે છે. કરોળિયા ઉપર દયા કરવાથી વીરસિંહ મૃત્યુના મુખમાંથી ઉગરી ગયો. આત્માના ભયંકર શત્રુ એવા શરીર સાથે કેવો વર્તાવ કરવો - એ અંગે સુંદર માર્ગદર્શન રત્નચંદ્ર શેઠની કથામાં મળે છે.
Go To Page: