Jinshasan Raksha

Total Pages: 86

Download Count: 604

Read Count: 4080

Click on top right corner of a book to start reading online.

About this book
ત્રિલોકગુરુ તીર્થકર પરમાત્મા મહાવીરદેવના શાસન ઉપર ઝીંકાએલા બાહ્ય અભ્યંતર આક્રમણોની ગંભીર સમજણ આપીને તે આક્રમણોને દૂર કરવા પૂજ્યશ્રીએ નક્કર ઉપાયો પણ આ પુસ્તકમાં કમનીય કલમે આલેખ્યા છે. શાસનને (તીર્થને) નમસ્કાર કરીને જ તીર્થકરદેવ સમવસરણમાં દેશના આપે છે. ‘મરીને પણ જીવવા દો’નો અલૌકિક પાઠ આ ‘શાસન’ શીખવાડે છે. જૂથબંધી, ગુમાવેલો આત્મવિશ્વાસ, નિર્માલ્યતા વગેરે ઘરના જ વિનાશક તત્વો ઉપર પૂજ્યશ્રીએ સુંદર સમજણ આપીને સત્વરે દૂર કરવાની અપીલ કરી છે. બાહ્ય આક્રમણો સામે ચારે ય પરંપરાઓના અનુયાયીઓએ સંપી જઇને ‘એકસંપી’ને આદર્શ તરીકે રાખીને ‘શાસનરક્ષા’ કરવા આગળ વધવું જ પડશે. શાસનરક્ષા નિમિત્તે અઠ્ઠમ વગેરેનો તપ, ‘નમો જિણાણં જિઅભયાણં !’ પદનો જપ, લોગસ્સનો કાયોત્સર્ગ - ત્રણેય અંતરંગ બળોનું ઉત્પાદન મોટા પ્રમાણમાં શરુ થાય તો મુશ્કેલીઓનું નિવારણ શકય બને. જિનશાસનની રક્ષા કરનારા આપણે કોણ ? એ જ આપણી રક્ષા કરી રહ્યું છે. એટલે રક્ષાને સેવાના જ (જિનશાસનસેવા) પર્યાય તરીકે વિચારવી. જિનશાસનના અસીમ બે ઉપકારો - (૧) અસાર જગતનું દર્શન કરાવ્યું. (૨) જગત્પતિ દર્શન..... રાષ્ટ્ર, પ્રજા અને સંસ્કૃતિના સ્તરોની સુરક્ષા કરવી હોય તો ‘ધર્મરક્ષા’ કરવી જોઇએ. ‘ધર્મરક્ષા’ કરવાની બાબતમાં જીવનમાં કયારેય હતાશાને સ્થાન ન જ આપવું જોઇએ. સ્વહિતની કોઇ પણ આરાધના પાછળ ‘સર્વહિત’ની જીવંત કામના હોય તો તે સ્વહિતજનિત પુણ્યબળ સર્વહિતમાં પરિણમે.
Go To Page: