Kutumbe Sneh Bhav

Total Pages: 100

Download Count: 774

Read Count: 5883

Click on top right corner of a book to start reading online.

About this book
જેના વિના જીવનમાં સાચા અર્થમાં ધર્મ થવો શક્ય નથી તે સ્વધર્મ (કુટુમ્બે સ્નેહભાવ)ની પૂજ્યશ્રીએ સરળ શૈલીમાં ખૂબ સુંદર રીતે સમજણ આપી છે. ધર્મની ક્રિયાઓ આત્મામાં ગુણોનું સંપ્રદાન કરે છે માટે જ તેને સંપ્રદાય કહેવાય છે. આ સંપ્રદાય વિના આત્મા ગુણવાન બની શકતો નથી. જે ક્રિયાઓ જીવને ગુણવાન બનાવી શકે તે ક્રિયાઓને “ધર્મ” કહેવાય; અન્યથા તે “ધર્મક્રિયા” કહેવાય. ક્રિયાત્મક અને ગુણાત્મક - બે ધર્મો સિવાય કેટલાક સ્વધર્મો હોય છે. સ્વધર્મો એટલે કર્તવ્યો : ફરજો : ઔચિત્યો. સ્વધર્મોના પાલનની ભૂમિકા તૈયાર થયા વિના ધર્મો જડ હોઇ શકે પણ જીવંત ન બની શકે. સ્વધર્મો એ બાહ્ય કક્ષાનો પ્રાથમિક સદાચાર છે અને ધર્મ એ અંતરંગ કક્ષાનો મુખ્ય સદાચાર છે. સંયુક્ત કુટુંબમાં બધા સહવાની વાતે સ્પર્ધામાં ઉતરે તો બધી વાતે જયવારો મચી જાય. કુટુંબ અંગેના ચાર સ્વધર્મોને - માતાપિતા પ્રત્યે સંતાનોનો ભક્તિભાવ, સંતાનો પ્રત્યે માતાપિતાનો વાત્સલ્યભાવ, પતિ-પત્નીનો પરસ્પર સ્નેહભાવ, નોકરો પ્રત્યે શેઠનો કરૂણાભાવ - પૂજ્યશ્રીએ આગવી શૈલીમાં વર્ણવ્યા છે. કુટુંબના કોઇ પણ ઘટકમાંથી “હાય” નીકળી ન જાય તે માટે પરસ્પરનો સ્નેહભાવ અત્યંત જરૂરી છે. બધાં ઘટકો સ્નેહના તન્તુથી સહજ રીતે સ્વૈચ્છિક રીતે બંધાઇ જાય એટલે કોઇ પ્રશ્ન જાગે નહિ. સંતાનોને વધુ પડતાં લાડ ખોટાં, તેમની ઉપર વધુ પડતી ધાક પણ ખોટી. વાત્સલ્યદાન સારૂં, જેમાં લાડ અને ધાકનો સમન્વય થયો હોય.
Go To Page: