Pahela Tamaro Swabhav Sudharo

Total Pages: 114

Download Count: 912

Read Count: 5709

Click on top right corner of a book to start reading online.

About this book
ઘણા બધા સુખી માણસોના જીવન દુઃખથી કણસતા જોઇને અને ધર્મી માણસોના જીવનમાં હલકાઇઓ જોઇને પૂજ્યશ્રીને લાગ્યું કે ધર્મી કે સુખી બનવાની સાથે જો સ્વભાવ રોયલ ન બનાવાય તો તે લોકો સાચા અર્થમાં ધર્મી કે સુખી નથી. ધર્મ કે સુખ એ તેમનો બાહ્ય આડંબર છે, ભીતરમાં કાંક બીજું જ રંધાઇ રહ્યું છે. પૂજ્યશ્રીએ આ પુસ્તિકામાં આ વિષયને કેન્દ્રમાં રાખીને જાતજાતના વિચારોનાં પરિધ દોર્યા છે. જો ખૂબ શાન્તિથી- સમય કાઢીને - આ પુસ્તકનું વાંચન થશે તો તેને અંધારામાં દીવા જેવી ગરજ સારતું આ પુસ્તક જણાશે. પૂજ્યશ્રીએ સહુ પ્રથમ માનવભવની મહત્તા જણાવીને ‘દીક્ષા’ની આવશ્યકતા જણાવી છે. દોષના જાગરણની દરેક પળને પરમાત્મા મહાવીરદેવે “મૃત્યુ” કહ્યું છે. (ત્ૠધ્ધ્ઘ્ધ્શ્વ બ્દ્ય ૠધ્ઢ્ઢઅસ્ર્ળ્ઃ) સંતોષી જીવને સાચા સુખી તરીકે વર્ણવ્યો છે. માણસની બાહ્ય આકૃતિ કરતાં તેની કૃતિ (આચરણ) તો સારી હોવી જ જોઇએ. કૃતિની જેમ પ્રકૃતિ (સ્વભાવ) પણ સારી હોવી જોઇએ જ. પૂજ્યશ્રીએ પિત્તળ સ્વભાવના પાંચ મુખ્ય પ્રયોજકો જણાવ્યા છે. (૧) કડવી વાણી (૨) ક્રોધ (૩) સ્વાર્થભાવ (૪) કાતિલ અહંકાર (૫) કૃતઘ્નતા (માતા-પિતાદિ વડીલો પ્રત્યે). પૂજ્યશ્રીએ રોયલ સ્વભાવના પાંચ મુખ્ય પ્રયોજકો જણાવ્યા છે. (૧) નોકરો પ્રત્યે કરૂણા (૨) જીવ સન્માન (૩) અતિથિસત્કાર (૪) પતિવ્રતાપણું (૫) ઉદારતા. પૂજ્યશ્રીએ બન્ને પ્રકારના સ્વભાવની વિવિધ દૃષ્ટાંતો દ્વારા સુંદર શૈલીમાં સમજણ આપી છે.
Go To Page: