Pavan Ne Khullo Padkar

Total Pages: 84

Download Count: 480

Read Count: 7675

Click on top right corner of a book to start reading online.

About this book
કાર્લ માર્ક્‌સે લખેલા પુસ્તક “કેપીટલ” દ્વારા જોતજોતામાં અડધા વિશ્વમાં “સામ્યવાદ” ફેલાઇ ગયો. પુસ્તકની તાકાત અપ્રતીમ છે .પુસ્તક ગમે તે દેશમાં, ગમે તે કાળમાં પહોંચી શકે. તેને દેશ, કાળની મર્યાદાઓ નડતી નથી. પૂજ્યશ્રીએ સંવેદનાઓને કાગળ ઉપર ઉતારી છે. પૂજ્યશ્રીને જે રોગ દેખાયો છે, દવા જડી છે તેને આ નાનકડી પુસ્તિકામાં રજૂ કરી છે. પૂજ્યશ્રીએ પ્રથમ ખંડમાં ઝેરી પવન રૂપી રોગ આબેહૂબ રીતે જણાવ્યો છે. ગોરાઓની ભેદી વ્યુહરચનાનો પર્દાફાશ કર્યો છે. બ્રહ્મદત્ત ભારતી લિખિત વિનાશ-ત્રિકોણ (ત્રણ ખૂણે સોનીયા, પોપ અને મધર ટેરેસાને ગોઠવ્યા છે) પુસ્તકની વાતો પૂજ્યશ્રીના વિચારોને મળતી આવે છે, માટે તેનો પણ ઉલ્લેખ છે. પૂજ્યશ્રીએ બીજા ખંડમાં પશ્ચિમના ઝેરી પવનને પડકારરૂપ દવા- વિભાગ જણાવ્યો છે. દવા તરીકે સૌ પ્રથમ સમજણના ઘરમાં પ્રવેશ કરવાની પૂજ્યશ્રીની પ્રેરણા છે. ગણિતબધ્ધ પુરૂષાર્થ (પાકી વ્યુહરચના) સાથે ધસી જવાની ખાસ સલાહ આપી છે. પૂજ્યશ્રીએ દશ વર્ષીય આયોજન (્‌ઈદ્ગ રૂઈછઇજી ઁન્છદ્ગ) જણાવ્યું છે. પશ્ચિમની વિકૃતિઓની આગ આજે ને આજે હોલવી ન શકાય. નવી પેઢીનું સંસ્કરણ કરવા તપોવનને જ તરણોપાય તરીકે પૂજ્યશ્રી જણાવે છે. તપોવની બાળકોમાંથી તમામ બાળકોને માણસ (કરૂણાર્દ્ર)બનાવવાની પૂજ્યશ્રીની ભાવના છે. કેટલાક શૂરવીર બાળકોને મર્દ (અન્યાય સામે બગાવત પોકારી શકે તેવા) બનાવવાની પૂજ્યશ્રીની ભાવનાઓ જલ્દી સફળ થાય તેવી પ્રભુને અંતરથી પ્રાર્થના.
Go To Page: