Praja Ane Sanskruti No Bolayelo Kachharghan

Total Pages: 96

Download Count: 332

Read Count: 3922

Click on top right corner of a book to start reading online.

About this book
ભારતનું પ્રાચીન પરંપરાનું શિક્ષણ પ્રજામાં સંસ્કારોનું સિંચન કરવા દ્વારા રાષ્ટ્ર-રક્ષા વગેરે માટે ંમહાપુરૂષોની ભેટ ધરનાર હતું, પણ વિદેશી ઢાંચામાં ગોઠવયેલા આજના મેકોલે શિક્ષણ દ્વારા રાષ્ટ્રના ગદૃારો પેદા કરવાનું જ ક્રુર કાર્ય થઇ રહેલ છે. રજનીશની ઘણી વિચિત્ર વાતો બાજુ પર મૂકીએ, પણ તેણે આધુનિક શૈલીના મેકોલે શિક્ષણને તો સખ્ત ભાષામાં વખોડી કાઢ્યું છે. પૂજ્યશ્રીએ સૌ પ્રથમ શિક્ષણ એ કેટલો ભયાનક રોગ છે તે બતાવીને એ રોગની દવા પણ જણાવી છે. આધુનિક શિક્ષણશૈલીના પ્રણેતા મેકોલેએ વર્ષો પૂર્વે પોતાની બહેનને પત્રમાં જણાવ્યું હતું કે, ‘જો મારી આ યોજના ભારતમાં સફળ થશે તો આ દેશમાં નાસ્તિકો ઉભરાવા લાગશે, જેથી પ્રજાને ખતમ કરવાની અમારી મુરાદ સફળ થશે.’ પૂજ્યશ્રીએ પહેલા પ્રકરણમાં પાશ્ચિમાત્ય શિક્ષણે વેરેલો સર્વનાશ અત્યંત વ્યથિત હૈયે રજુ કર્યો છે. પૂજ્યશ્રીએ બુધ્ધિજીવી વર્ગની - ડોક્ટર, વકીલ, શિક્ષક, એન્જિનિયર, પ્રધાન, વૈજ્ઞાનિક - સખત શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ટી.વી. ચેનલોની ભારે ખતરનાકતા અસરકારક શબ્દોમાં વર્ણવી છે. અન્ય લેખકે પરીક્ષાના જીવલેણ સ્ટ્રેસની ભયાનકતા સ્પષ્ટ રીતે રજૂ કરી છે. આ રીતે શિક્ષણના અનેક ગેરફાયદાઓ અન્ય લેખકોએ પણ જણાવ્યા છે. આ લેખકોના લેખો વાંચકોને વધુ અસર કરશે કારણકે....
Go To Page: