Salagti Samasyao Part-1

Total Pages: 337

Download Count: 447

Read Count: 5352

Click on top right corner of a book to start reading online.

About this book
ધર્મ, સમાજ, રાજકારણ, સંસ્કૃતિ વગેરે અનેક વિષયોના પ્રશ્નો ઉપર શાસ્ત્રસંમત સમાધાનો પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં ખૂબ જ નીડરતાથી, ખુમારીપૂર્વક આલેખ્યા છે. દરેક સમાધાનોમાં પૂજ્યશ્રીની સૂક્ષ્મ બુધ્ધિ, દીર્ઘદૃષ્ટાપણું વગેરે અનેક ગુણોનો ઝાકઝમાળ જોવા જાણવા મળે છે. વીર નિર્વાણની રાષ્ટ્રીય સ્તરે ઉજવણીનો વિરોધ પૂજ્યશ્રીએ પૂરી સખતાઇથી કેમ કર્યો ? તે અંગે અનેક પ્રશ્નો ચર્ચીને સંતોષપ્રદ સમાધાનો આપ્યા છે. પૂજ્યશ્રીની ‘વીરહાક’થી રાષ્ટ્રીય સ્તરે ઉજવણી બંધ રહી હતી. તપાગચ્છીય જૈનસંઘના અભ્યુદયના મુખ્ય બીજકો પૂજ્યશ્રીએ ખૂબ સચોટ રીતે વર્ણવ્યા છે. વીતરાગી પરમાત્માને આભૂષણો શા માટે ? આ અંગે સુસ્પષ્ટ સમાધાન આપીને પૂજ્યશ્રીએ કમાલ કરી છે. હિંસાના ત્રણ પ્રકારોનું હૃદયસ્પર્શી નિરુપણ વાંચ્યા બાદ જિનપૂજા આદિમાં હિંસા કહેનારને સચોટ દલીલો આપી શકાય. પૂજ્યશ્રીએ લોકશાહીના મૂળ વિકૃત સ્વરુપને ઉઘાડું પાડીને પૂર્વની સંતશાહી, રાજાશાહીની પ્રશંસા કરી છે. પૂર્વભવોની વાસનાને મંદ પાડવાનો ખૂબ સરળ રસ્તો પૂજ્યશ્રીએ બતાડયો છે. દેવદ્રવ્ય જેવા ધર્માદા દ્રવ્યની રકમ સીદાતા ભાઇ-બેનોને કેમ ન દઇ શકાય ? આ અંગે પૂજ્યશ્રીનો સ્પષ્ટ ખુલાસો વાંચ્યા બાદ ફરી આવી કુસલાહ દેવાનું મન નહીં થાય.
Go To Page: