Tachukdi Kathao Part-2

Total Pages: 156

Download Count: 1218

Read Count: 8259

Click on top right corner of a book to start reading online.

About this book
કથા-પ્રસંગોની ખરા દિલથી અનુમોદના કરવા દ્વારા ગુણાનુરાગી જીવ સરળતાથી “ગુણી” બનીને મોક્ષ તરફ પ્રગતિ અચૂક શરુ કરી દે છે. પૂજ્યશ્રીએ સરળ શૈલીમાં કથારત્નોનો પ્રકાશ આ પુસ્તકમાં વિકસાવ્યો છે. પૈસાના પાપે સગા બે ભાઇઓના કરૂણ મૃત્યુ આંખ ભીની કરી નાંખે છે રાજા યોગરાજની “ ન્યાયપ્રિયતા” મસ્તક ઝુકાવ્યા વિના ન રહે. અહંકાર -અજગરના પાપે સાધ્વી રૂક્િ્‌મનું દુઃખમય ભવભ્રમણ ભયાનક રીતે વધી ગયેલું જાણીને અહંકાર પ્રત્યે લાલ આંખ અચૂક થઇ જાય.આજે જ્યારે હરામનું હડપ કરવા માટે ક્યાંક સ્પર્ધા ચાલે છે, ત્યારે રામની “નાહક્કની લડાઇ” કાનમાં ઘણું કહી જાય છે. અમદાવાદની પોળમાં ક્રોધના પાપે ઘટેલી કરૂણ ઘટના જાણ્યા બાદ પાપી ક્રોધને આતમના દરેક પ્રદેશમાંથી દેશવટો આપવો જ રહ્યો. બાળમુનિ અતિમુક્તકની કથા “પાપભીરૂતા” ગુણનું મહત્વ સુપેરે સમજાવે છે. ભોગાન્ધ પુત્રને પરલોક યાદ કરાવીને સંન્યાસની વાટે વિહરવાની પ્રેરણા કરનાર માતાઓ આજના જમાનામાં કેટલી જોવા મળશે? હાડી રાણીની ‘શીલ-ખુમારી’ જાણ્યા બાદ કમસે કમ ભોગના વિકૃત માર્ગો તરફ સૂગ પેદા કરશું તો પણ.... સ્વાર્થાન્ધ નારી ચંપકલતાનો પ્રસંગ વાચ્યા બાદ પ્રભુએ પ્રરૂપેલી “સંસાર-અસારતા” સાક્ષાત્‌ દેખાયા વિના ન રહે.
Go To Page: