Click on top right corner of a book to start reading online.
About this book
પૂજ્યશ્રીએ સૌ પ્રથમ વિશ્વદર્શન, ભારતદર્શન, સંઘદર્શન, આત્મદર્શન એમ ચાર વિભાગો દ્વારા ખૂબ સુંદર સમજણ આપી છે.
આજના મેકોલે શિક્ષણે આર્યોને અનાર્ય બનાવવામાં, માણસને પશુ બનાવવામાં, સજ્જનને દુર્જન બનાવવામાં જબરદસ્ત સફળતા મેળવી છે. પૂજ્યશ્રીએ પૂર્વના કાળની તપોવન- પ્રણાલિની સરસતા વર્ણવી છે.
શિક્ષિતો, શહેરીઓ અને શ્રીમંતોએ આર્ય મહાપ્રજાને સુખેથી જીવાડતી એકાન્તે મોક્ષલક્ષી ધર્મ સંસ્કૃતિના નિશ્ચિત નિયમોને તોડી ફોડીને ખતમ કરવાનું કામ શરુ કરી દીધું છે.
બાહ્ય આક્રમણો સામે જૈનોના ચારે ય પરંપરાઓના અનુયાયીઓ સંપી જઇને એક બનીને ઉભા રહે તો આ કાળની દૃષ્ટિએ અતિ ઉત્તમ કક્ષાની એ શાસનરક્ષા ગણી શકાય.
ધર્મસ્થાનોમાં ટ્રસ્ટી કોણ બની શકે? તે અંગે પૂજ્યશ્રીએ સુંદર સમાધાન દર્શાવ્યું છે.
ભાવશ્રાવકના લક્ષણો જણાવ્યા છે. શ્રાવક અને મહાશ્રાવકનો ભેદ જણાવ્યો છે.
દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવના જીવનની અદ્ભૂત વાતો પૂજ્યશ્રીએ સુંદર શૈલીમાં આલેખી છે.
ચાર પ્રકારના સામાયિકનું સ્વરૂપ સમજાવ્યું છે. તેમાં સર્વવિરતિ ધર્મનો મહિમા વર્ણવતા વિધાનો દર્શાવીને દીક્ષાની મૂંઠીઊંચેરી મહાનતા જણાવી છે. સૂક્ષ્મના જંગી બળનો ઉત્પાદક ‘ચારિત્રધર્મ’ જણાવીને સૂક્ષ્મની તાકાતના પ્રસંગો આલેખ્યા છે.- ચારિત્રધર મહાન મુનિઓના અદ્ભૂત જીવન પ્રસંગો પૂજ્યશ્રીએ સરસ શૈલીમાં વર્ણવ્યા છે.