Gher Gher Ghor Hinsa

Total Pages: 52

Download Count: 288

Read Count: 3507

Click on top right corner of a book to start reading online.

About this book
‘બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી’ સંસ્થાના કાર્યકરોએ અથાગ મહેનત કરીને તૈયાર કરેલી પ્રાણીજ પદાર્થોના મિશ્રણની વિશાળ નોંધ તથા અન્ય પરિશિષ્ટોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પૂજ્યશ્રીએ આ પુસ્તકનું સંપાદન કર્યું છે. ખાસ કરીને સૌન્દર્ય-પ્રસાધનો અને ખાદ્ય-પદાર્થો વગેરેમાં કોની હિંસા સમાયેલી છે? તેનો નામનિર્દેશ આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. આ સિવાય પણ કેટલાય પદાર્થો પ્રાણીજ છે; પરંતુ તેની માહિતી ઉપલબ્ધ નહિ હોવાથી તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પૂજ્યશ્રી જણાવે છે કે, ચાર પુરુષાર્થની સંસ્કૃતિનો પાયો ‘પ્રગતિ’ના હથોડાઓ મારીને તોડી-ફોડી નાંખવામાં આવ્યા છે; ત્યારથી આ મહા અહિંસક પ્રજા અઘોર હિંસાની ધીકતી ધરા ઉપર પોતાનું જીવન જીવી રહી છે. મહા સદાચારી પ્રજા ઘોર દુરાચારની ખાઈઓમાં ફેંકાઈ ગઈ છે. પૂર્વે કેટલાક દ્રવ્યોમાં જે ચામડાં વગેરે વપરાતાં હતાં તે કુદરતી રીતે મરેલાં પ્રાણીઓની તે વસ્તુઓ હતી એમ અનુમાન કરી શકાય. આજે તે વસ્તુઓ ભારે ક્રુરતાપૂર્વક રિબાવી રિબાવીને પ્રાણીને માર્યા પછી મેળવાતી હોય છે. એટલે એવી વસ્તુઓ પ્રત્યે અહિંસાપ્રેમી લોકોએ સજાગ બન્યે જ છૂટકો છે. આ સંસારમાં અનેકોની ક્રુર કત્લેઆમોની કબરો ઉપર બેસીને ભૌતિક સુખોની મોજ શી રીતે માણી શકાય ?
Go To Page: