દેશ આબાદ પ્રજા બરબાદ

કુલ પૃષ્ઠો: 278

ડાઉનલોડ ની સંખ્યા: 478

વાંચન ની સંખ્યા:5729

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
વેટીકન સીટીના પોપે સ્પેન, પોર્ટુગલ વગેરે રાષ્ટ્રોને (સેંકડો વર્ષો પૂર્વે) અડધું અડધું વિશ્વ વહેંચીને ભેટ આપી દીધું, ત્યારથી સમગ્ર વિશ્વની અઇસાઇ અને અગૌર પ્રજાને ઇસાઇ ધર્મી બનાવવાની ગોરાઓની બદચાલના શ્રીગણેશ થયા. પોતાની આ મેલી મુરાદ પાર ઉતારવા આજ સુધીમાં સેંકડો અઇસાઇઓની આ કાળા ગોરાઓએ કત્લેઆમ ચલાવી છે. આ પુસ્તકમાં પૂજ્યશ્રીએ ગોરાઓના કાળા કુકર્મોની કહાણીનું હૂબહૂ ચિત્ર ઉપસાવ્યું છે. ઇ.સ.૧૪૯૩નું બુલ (ફતવો) દ્વારા સમગ્ર વિશ્વ ઉપર જાણે કે પોતાની જ માલિકી ન હોય તે રીતે ખ્રિસ્તી સંપ્રદાયના ધર્મગુરૂએ વિશ્વની વહેંચણી કરી. ગોરા પાદરી ડો. હ્યુમે સ્થાપેલી કોંગ્રેસ સંસ્થા પરદેશીઓના હિત માટે છે. વેટીકનના સોળ ખંજરો દ્વારા ભારતની બહુમૂલ્ય સંસ્કૃતિનો સત્યાનાશ કાઢવાની ભયાનક યોજના અમલમાં છે. ભારતની ધરતીનો વિકાસ આ ગોરાઓ પોતાને ફરી વસવાટ કરવા આવવું છે માટે કરી રહ્યા છે. જ્યારે ગરીબી, મોંઘવારી વગેરે દ્વારા પ્રજાને મહદંશે નાશ કરવાની ગોરાઓની ભેદી ચાલનો આ પુસ્તકમાં પૂજ્યશ્રીએ તથા અન્ય લેખકોએ પર્દાફાશ કર્યો છે. આ ભયંકર આફતમાંથી ભારતીય પ્રજાને જો ઉગરવું હશે તો ધર્મના જ શરણે જવું પડશે તેવું ખંડ -૩માં પૂજ્યશ્રી ભારપૂર્વક કહે છે. પૂજ્યશ્રીના વિચારોને સહકાર મળે તેવા અન્ય લેખકોના ખુમારીપૂર્ણ લેખોનો પણ આ પુસ્તકના ખંડ-૪માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ લેખો ખાસ વાંચવા જેવા છે.
પાના પર જાઓ: