ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.
પુસ્તક વિશે
ગાંધીજીએ લખેલા ‘હિન્દ સ્વરાજ’નામના પુસ્તકના વિચારોની આગવી સમીક્ષા કરતું પૂજ્યશ્રીનું આ પુસ્તક ખૂબ મનનીય છે. પૂજ્યશ્રી લખે છે કે, ‘પ્રાચીન ગૌરવોને વામણાં કરી નાંખવા માટે જ ગાંધીજી જેવા સરળ કહેવાતા આત્માનો અંગ્રેજો દ્વારા દુરુપયોગ કરાયો નહીં હોય?’
જો ગાંધીજીને પાર્લામેન્ટરી ઢબના સ્વરાજની પ્રાપ્તિમાં ભારતનું ભયંકર અહિત જ જણાતું હતું તો તેમણે સ્પષ્ટપણે તેવા ‘સ્વરાજ’ના જંગમાંથી નિવૃત્તિ સ્વીકારી લેવી હતી.
ભારતીય પ્રજાની જીવાદોરી માટે વધુમાં વધુ ઘાતકી પૂરવાર થયેલી બે બાબતો - શિક્ષણ અને કાયદો - ગાંધીજીના ખ્યાલમાં સાચા સ્વરુપમાં આવી ગયા હતા.
અંગ્રેજોની કોંગ્રેસ દ્વારા જ ગોઠવાયેલી સ્વરાજની જાળને ગાંધીજી નહીં સમજી શકયા અને અંગ્રેજોની ધૂર્તવિદ્યામાં ભોળા ગાંધીએ ફસાઇને ભારતની સમગ્ર પ્રજાને ઘણું મોટું નુકસાન પહોંચાડી દીધું છે એ નિર્વિવાદ હકીકત છે.
તીર્થોની અપવિત્રતા, તારકતાનો હ્રાસ રેલવેને આભારી છે, એ વાત ગાંધીજીએ અદ્ભુત રીતે જણાવી છે.
વકીલાતના ધંધાએ ભારતીય સંસ્કૃતિનું સત્યાનાશ કાઢી નાખ્યું છે. દાકતરી વિદ્યાએ (એલોપથી વિદ્યા) આર્યોનું આર્યત્વ, ધર્મીનું ધાર્મિકત્વ, માણસની માણસાઇને નષ્ટ કરવામાં પૂરેપૂરો ફાળો આપ્યો છે. ચૂંટણી, ખુરશી, પ્રધાનપદું એ બધાં કલ્યાણના સાચા અંગો નથી. દેશી અંગ્રેજોએ પ્રજાના લોહીમાંથી ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરીને રાષ્ટ્રની વફાદારી અને ઇશ્વરની ભક્તિને લોકહૃદયમાંથી મહદંશે સાફ કરવાનું ગોઝારું પાપ કર્યું છે.૮૭. ઇતિહાસનું ભેદી પાનું
ઇ.સ. ૧૪૯૩ની સાલમાં ખ્રિસ્તી સંપ્રદાયના ધર્મગુરુ પોપ એલેકઝાંડર છઠ્ઠાએ એક ‘બુલ’ (ફતવો) બહાર પાડીને સમગ્ર વિશ્વને પોર્ટુગલ અને સ્પેનને અડધું અડધું વહેંચી આપ્યું હતું. સમગ્ર ધરતીને ગોરી પ્રજાથી છાઇ દેવાની અને ઇસાઇ ધર્મથી વ્યાપી દેવાની ગોરાઓની બદચાલને ખૂબ જ નીડરતાથી પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં ઉઘાડી આપી છે. બીજા પણ અનેક લેખકોનું સમર્થન આ અંગે પૂજ્યશ્રીને મળવાથી આ પુસ્તકમાં તે તે સ્થળે મૂકવામાં આવ્યું છે.
પોતાને કાયમી વસવાટ કરવા ભારતમાં આવવાની મહેચ્છા ધરાવતી ગૌર પ્રજા ભારતની ધરતીને આબાદ બનાવી રહી છે અને પ્રજાને સંસ્કૃતિ નાશ દ્વારા બરબાદ કરી રહી છે. ભારતની સાંસ્કૃતિક વ્યવસ્થાને છિન્ન ભિન્ન કરવા ગૌર પ્રજાએ જે ચાર કૂટનીતિઓ (ચીરો, વિકાસ, ભેળસેળ, એકતા) અજમાવી છે, તેના ઉપર પૂજ્યશ્રીએ સવિસ્તાર વર્ણન કર્યુ છે.
ગોરાઓએ ‘સંતશાહી’ ઉપર જે ઘણનો ઘા માર્યો છે, તે અંગે અત્યંત વ્યથિત પૂજ્યશ્રીએ ગોરાઓની આ ભયાનક ભેદી જાળને ઉઘાડીને સાવચેતીનો સૂર કાઢયો છે.
પૂજ્યશ્રી લખે છે કે, ‘જૈન ધર્મે આ જગતમાં ટકી જવું હોય તો બીજા આર્યધર્મો સાથે સંપ કરવો જ પડશે, એકબીજાની રક્ષામાં એકબીજાએ સાથ આપવો જ પડશે.’
ચૂંટણી એ વિદેશથી આવેલી લોકશાહી પ્રણાલી છે. ભારતીય જીવનપદ્ધતિને લોકશાહી શાસનપ્રણાલી અને ચૂંટણી સંપૂર્ણ પ્રતિકૂળ છે, એ અંગે પૂજ્યશ્રીએ છેલ્લા પ્રકરણમાં સુંદર નિરુપણ કર્યુ છે.