કલ્પસૂત્રની વાચનાઓ

કુલ પૃષ્ઠો: 252

ડાઉનલોડ ની સંખ્યા: 144

વાંચન ની સંખ્યા:675

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
‘કલ્પસૂત્ર-સુબોધિકા ટીકાને’ અનુલક્ષીને ગુજરાતીમાં આપેલી વાચનાઓનો ભાવાનુવાદ પૂજ્યશ્રીએ હૃદયસ્પર્શી શૈલીમાં કર્યો છે. પૂજ્યશ્રીએ સૌ પ્રથમ કલ્પસૂત્ર -ગ્રંથકાર શ્રી ભદ્રબાહુસ્વામીજીનું સુંદર જીવન-ચરિત્ર આલેખ્યું છે. જે ૨૧ વખત સતત કલ્પસૂત્ર વાંચે, સાંભળે, સાંભળવા માટેની સહાય કરે -આ ત્રણેય પ્રકારના આત્મા સાત-આઠ ભવે મોક્ષે જાય. શ્રી નાગકેતુનું અપૂર્વ ચરિત્ર જાણવા જેવું છે. હાથીમાંથી માનવ બનીને મોક્ષે જનાર મેધમુનિનું અદ્‌ભુત ચરિત્ર વાંચતાં કરુણા ગુણનો અપૂર્વ મહિમા સમજાયા વિના ન રહે. દશ આશ્ચર્યો ખરેખર જાણવા જેવા છે. પરમાત્મા મહાવીરદેવનું ‘આત્મોત્થાન’ નયસારના ભવથી શરુ થયા બાદ પણ કેટલીક વિચિત્ર ઘટનાઓ જાણ્યા બાદ કર્મશત્રુથી ખરેખર ચેતી જવા જેવું છે. પરમાત્મા મહાવીરદેવના જન્મ ‘કલ્યાણક’ ને ‘જ્યંતિ’ શબ્દથી પ્રયોેજવાથી પ્રાયશ્ચિતના ભાગીદાર બનાય. શ્રી મહાવીર પ્રભુનો જન્મ-મહોત્સવ, પ્રભુના બચપણના વિવિધ પ્રસંગો જાણ્યા બાદ પરમાત્મા પ્રત્યે અહોભાવવૃધ્ધિ થયા વિના ન રહે. ત્રિશલાની લગ્ન-જીદ આગળ વર્ધમાનનો વિરાગ આકાશને આંબતો જોવા મળે છે. પરમાત્મા મહાવીરદેવની અતિ ઉગ્ર ૧૨।। વર્ષની સાધના વાચતાં વારંવાર આંખો છલકાયા વિના ન જ રહે. શ્રી આદિનાથ પ્રભુ, શ્રી નેમિનાથ પ્રભુ, શ્રી પાર્શ્વનાથ પ્રભુના જીવન -ચરિત્રો ટૂંકાણમાં ખૂબ સુંદર રજુઆત પામ્યા છે.
પાના પર જાઓ: