મહાભિનિષ્કમણ

કુલ પૃષ્ઠો: 416

ડાઉનલોડ ની સંખ્યા: 342

વાંચન ની સંખ્યા:4603

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
મુનિજીવનના સુંદરતમ યોગક્ષેમ માટે પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં સ્તુત્ય પ્રયાસ કર્યો છે. પૂજ્યશ્રીના આ પુસ્તક-વાંચનથી મુનિજીવનની ચર્યામાં ઠસોઠસ ભરેલી સ્વપરકલ્યાણકારિતાનો પૂજ્યશ્રીનો દૃઢ વિશ્વાસ જણાયા વિના ન રહે. સર્વવિરતિ ધર્મની સુવિશુધ્ધ આરાધના વિનાનો હિમાલયન પુરુષાર્થ અનેક પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ધરાર સમર્થ નથી. સહુ સાધુ - સાધ્વીજી ભગવંતોને સફળ જીવન જીવવા માટે પૂજ્યશ્રી ‘ગુરુકૃપા’ની અત્યંત આવશ્યકતા જણાવે છે. પૂજ્યશ્રી લખે છે કે, નિષ્પાપને વંદના જ સઘળાં પાપોનું નિકંદન કાઢશે. પાપના અનુબંધનોને એ જ તોડશે. ધર્મના શુભ અનુબંધોેેને એ જ જોડશે. મુનિજીવનની મોટામાં મોટી રક્ષા સ્વાધ્યાયથી થાય છે. આથી જ દરેક મુનિને દરરોજ અઢી હજાર શ્લોકનો સ્વાધ્યાય કરવાની શાસ્ત્રાજ્ઞા છે. ઉપબૃંહણા આદિ દર્શનાચારના છેલ્લા ચાર આચારોની ખૂબ મહત્તા પૂજ્યશ્રીએ દર્શાવી છે. દૂધ - ઘી આદિ સ્નિગ્ધ ભોજનની મુનિઓ માટે ખૂબ ભયંકરતા જણાવી છે. વ્યવહારકુશળતા લાવવા પૂજ્યશ્રીએ જે ચિંતન પ્રકાશ્યું છે, તે ખરેખર અદ્‌ભુત, આચરણીય છે. ‘કામ કામને મારે’ પ્રકરણમાં મુનિજીવનને સફળ કરવાના મહત્વના પાંચ ઉપાયો દર્શાવ્યા છે. ખૂબ ઉંડા ચિંતન-મનન બાદ લખાયેલા અનેક લેખો વાંચવાથી સાધુ જીવનને ેં ન્ૈકા કરવાની ખૂબ સુંદર પ્રેરણા મળે છે. મને તો આ પુસ્તકના અદ્‌ભુત પદાર્થો ખૂબ ગમ્યા છે.
પાના પર જાઓ: