તપનું વિજ્ઞાન

કુલ પૃષ્ઠો: 162

ડાઉનલોડ ની સંખ્યા: 670

વાંચન ની સંખ્યા:4019

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
જૈન દૃષ્ટિથી તપ એટલે માત્ર અનશન (ઉપવાસ) નથી. તે તો તપની સીડીનું માત્ર પ્રથમ સોપાન છે. અનશન પછી તો તપની અનેક ઉત્તરોત્તર ચડીઆતી ભૂમિકાઓ છે. મોક્ષનું મૂળ - ‘જીવસત્કાર અને પાપધિક્કાર’ ઉપર પૂજ્યશ્રીએ અદ્‌ભુત ચિંતન પુસ્તકની શરુઆતમાં પીરસ્યું છે. અનેક દૃષ્ટાંતો દ્વારા ઉપરના ચિંતનને સુંદર ઉઘાડ આપ્યો છે. સૌૈ પ્રથમ તપના ત્રણ પ્રકારને - ન ખાવું ! ઓછું ખાવું ! ઓછાથી ખાવું ! -“આહારત્યાગ” તરીકે વિસ્તૃત વર્ણન કર્યુ છે. દુર્ગતિદાયક વિગઇઓના ત્યાગરુપ ચોથા નંબરના તપને ‘સંજ્ઞાત્યાગ’ તરીકે વિસ્તૃત છણાવટ કરી છે. કાયકલેશ અને સંલીનતા તપના બે પ્રકારોને “દેહાધ્યાસત્યાગ” તરીકે સુંદર વિચારણાઓ કરી છે. અભ્યંતર તપના પ્રાયશ્ચિત અને વિનયને ‘સ્વદોષદર્શન અને પરગુણદર્શન’ તરીકે અત્યદ્‌ભૂત વિસ્તાર કર્યો છે. વૈયાવચ્ચ-પાત્ર એવા બાળ, વૃધ્ધ, ગ્લાન અને તપસ્વીમાં ‘ઇન્દ્રિયરમણતા’ ન હોવાથી વૈયાવચ્ચ - તપને ‘ઇન્દ્રિયરમણતા-ત્યાગ’ તરીકે વર્ણવ્યો છે. સ્વાધ્યાય અને ધ્યાન- તપના માધ્યમે જીવ ‘આત્મરમણ’ બનતો હોવાથી આ બે તપને ‘આત્મરમણતા’ રુપે વિસ્તાર્યો છે. આહારત્યાગથી શરુ થતી સીડીનું આઠમા નંબરનું છેલ્લું પગથિયું છે કાયોત્સર્ગ. કાર્યોત્સર્ગ એ જૈનશાસનની સર્વોત્કૃષ્ટ પ્રક્રિયા છે. તન, મન અને વાણીના ત્રણેય યોગોને કાબૂમાં રાખનાર કાયોત્સર્ગ તપ દ્વારા અનંતગુણ કર્મોની નિર્જરા પૂજ્યશ્રીએ વર્ણવી છે.
પાના પર જાઓ: