ઊંડા અંધારેથી

કુલ પૃષ્ઠો: 84

ડાઉનલોડ ની સંખ્યા: 342

વાંચન ની સંખ્યા:4495

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
અનંત કાળથી અજ્ઞાન અને તૃષ્ણાના ઊંડા અંધારામાં ખોવાઇ ગયેલો જીવ પોતાનું ‘સત્ય’ સ્વરૂપ સાવ વિસરી ગયો છે. શ્રી ઉપમિતિભવપ્રપંચા કથા શાસ્ત્રને આધારે લખાયેલ આ અદ્‌ભુત પુસ્તક અવશ્ય ‘મનનીય’ છે. આ કાલ્પનિક કથાનું મુખ્ય પાત્ર દ્રમક (સંસારી જીવ)ની દયનીયતા વાંચ્યા બાદ ખરેખર ‘આત્મા’ જાગી જાય તેમ છે. દ્રમકને ધર્મબોધકર(ગુરૂ)નો મેળાપ (પુણ્યોદયે) થાય છે. અત્યંત કરૂણાર્દ્ર ધર્મબોધકર કોઇ પણ રીતે દ્રમકને ઉગારી લેવા જે તનતોડ પ્રયત્ન કરે છે તે વાંચતા ‘ગુરૂ’તત્વની અતિશય મહાનતા નજર સમક્ષ આવ્યા વિના ન જ રહે. પૂજ્યશ્રીએ અત્યંત ભાવવાહી શૈલીથી આ પુસ્તકનું સુંદર લખાણ કર્યું છે. દ્રમક(ભિખારી)નો આત્મવિકાસ શી રીતે ધર્મબોધકર કરે છે ? તે જાણવાથી આપણો આત્મવિકાસ શી રીતે કરવો તેની સ્પષ્ટ સમ્યક્‌ સમજણ મળવાથી ‘આત્મોદ્ધાર’ કરવામાં ખૂબ સરળતા પડશે. સુસ્થિત મહારાજાની નજર પડે તો જ ધર્મબોધકર આ દ્રમકનો ઉદ્ધાર કરવા તત્પર બને. તે સુસ્થિત મહારાજા એટલે કોણ ? તે જાણવા આપણે આ પુસ્તકનું અવશ્ય વાંચન, મનન કરવું જ પડશે. વાર્તાની જેમ આ પુસ્તક વાંચવાને બદલે ‘મનોમંથન’ કરવાપૂર્વક જો આ પુસ્તક વંચાશે તો અત્યંત દુઃખમય સંસારમાંથી કાયમી મુક્તિ (મોક્ષ) મેળવવાની ઇચ્છા થશે જ.
પાના પર જાઓ: