વિરાગ ની મસ્તી

કુલ પૃષ્ઠો: 105

ડાઉનલોડ ની સંખ્યા: 347

વાંચન ની સંખ્યા:4960

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
મહીસાગરના કાંઠે આવેલા સુવર્ણગઢ ગામનિવાસી વિમળશેઠ અને જીવરામદા’ના પાત્રવાળા આ કાલ્પનિક કથાનક દ્વારા પૂજ્યશ્રીએ ‘વિરાગની મસ્તી’નું અદ્‌ભુત વર્ણન કર્યુંર્ં છે. વિમળશેઠના મૃત્યુ વખતે જ્યારે ગ્રામજનો શોકસાગરમાં ડૂબી ગયા હતા ત્યારે જીવરામદા’એ મૃત્યુની અનિવાર્યતા સમજાવી - આ લખાણ વાંચતા નયનો સજળ થયા વિના ન રહે. વિમળશેઠ દેવલોકમાંથી આવીને જીવરામદા’ સાથે ધર્મની જે વાતો કરે છે તે વાંચતા પૂજ્યશ્રીના ‘વિરાગ’ પ્રત્યે ખરેખર ઓવારી જવાનું મન થાય. પૃ. ૯૭ ઉપર ‘જ્ઞાની તે જ કહેવાય જે વિરાગી હોય. જ્ઞાન અને રાગ બે પ્રકાશ અને તિમિર સમાં વિરોધી તત્ત્વો છે.’ - વિવેચનમાં ‘જ્ઞાનસમૃદ્ધ’ થવાની સાથે સાથે અચૂક ‘વિરાગસમૃદ્ધ’ થવાની પણ સહુને ખૂબ જ લાગણીશીલ ભાષામાં પ્રેરણા કરી છે. ધર્મરાજ અને મોહરાજના યુદ્ધ-વિવેચનની વાતો ખૂબ જ રોચક શૈલીમાં કરીને અતિ ભયંકર મોહરાજ (મોહનીય કર્મ) સામે શી રીતે સફળ થવું ? તે અંગે પૂજ્યશ્રીએ સુંદર માર્ગદર્શન આપીને આપણા ઉપર અત્યંત ઉપકાર-વર્ષા કરી છે. આ કથાનકમાં જૈનધર્મના અનેક સિદ્ધાન્તો એવી સરસ શૈલીમાં પીરસ્યા છે કે આ પુસ્તક વારંવાર વાંચવાનું મન થયા વિના ન જ રહે. પૂજ્યશ્રીના જેવો ‘વિરાગ’ સહુને પ્રા થાય તેવી પ્રભુને અંતરથી પ્રાર્થના.
પાના પર જાઓ: