આધાર છે આજ્ઞા

કુલ પૃષ્ઠો: 542

ડાઉનલોડ ની સંખ્યા: 2674

વાંચન ની સંખ્યા:7542

ઑનલાઇન વાંચન શરૂ કરવા માટે પુસ્તક ના જમણા ખૂણે ટોચ પર ક્લિક કરો.

પુસ્તક વિશે
ન્યાયવિશારદ, મહોપાધ્યાય શ્રીમદ્‌ યશોવિજયજી મહારાજા સાહેબે ઉપદેશ રહસ્ય ગ્રંથમાં જિનોપદેશનું એ જ રહસ્ય બતાવ્યું છે કે “જેણે મોક્ષ પામવો હોય તે આત્માએ ત્રિલોકગુરુ,તારક તીર્થકરદેવોની આજ્ઞાનું યથાશક્ય પાલન અને છેવટે તમામ આજ્ઞાઓ પ્રત્યે કટ્ટર પક્ષપાત ધારણ કરવો જોઇએ. આવું આજ્ઞા-બહુમાન એ જ જેના જીવનના શ્વાસપ્રાણ બને તે જ આત્માઓ મુક્તિના પરમપદને પામી શકે, અન્યથા નહીં.” આ અદ્‌ભુત ગ્રન્થ ઉપર પૂજ્યશ્રીએ અંતરીક્ષ તીર્થમાં મુનિઓ અને મુમુક્ષુઓને જે વાચના આપેલી તેને અક્ષરદેહે આ પુસ્તકમાં સંકલિત કરવામાં આવી છે. આ પુસ્તકનું વાંચન કેટલાક અપ્રસિદ્ધ રહેતા જણાતા શાસ્ત્રના અતિ સુંદર પદાર્થોને પ્રકાશમાં લાવશે; જે પ્રકાશ વાંચકોની કેટલીક ગેરસમજોને દૂર કરશે, એની સાથોસાથ હૈયે સતત એવું ભાન થયા કરશે કે સંસારસાગરમાં ડુબી ન મરવા માટે એક જ રસ્તો જણાય છે, “આધાર છે આજ્ઞા.” હેતુ, સ્વરૂપ, અનુબંધ અહિંસા અંગે સુંદર સમજણ આપી છે. સ્વરૂપહિંસા તે હિંસા નથી એમ જણાવ્યું છે. શુભ- પરિણતિના બે ઉપાયો - શાસ્ત્રપરિશીલન અને માર્ગાનુસારિતા - જણાવ્યા છે. ગુરુકુલવાસના અપરંપાર લાભો જણાવ્યા છે. દ્રવ્યાજ્ઞા અને ભાવાજ્ઞા ઉપર પૂજ્યશ્રીએ વિસ્તારથી કમાલ વિવેચન કર્યું છે. શુધ્ધ આજ્ઞા પાલનને જ તરણોપાય કહીને તેનો અપરંપાર મહિમા વર્ણવ્યો છે.
પાના પર જાઓ: